મધ્યપ્રદેશમાં સરકારી ઓફિસો એક અઠવાડિયામાં પાંચ દિવસ ચાલુ રહેશે તથા શનિ અને રવિવારે બંધ રહેશે. મધ્યપ્રદેશમાં વધી રહેલા કોરોના ના કેસો ને ધ્યાનમાં રાખીને ત્યાંની સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સોમવારથી શુક્રવાર સુધી સવારના 10 થી સાંજના 6 સુધી ઓફિસ ખુલશે તથા શનિવાર અને રવિવાર આ બંને દિવસ બંધ રહેશે.
દરેક રાજ્ય સરકાર કોરોના ને હરાવવા માટે પોત-પોતાની રીતે પગલાં ભરી રહી છે. વધુ એક રાજ્ય સરકારનો ઉમેરો થયો છે અને કર્ણાટક સરકારે બેંગ્લોર માં કલમ 144 લાગુ પાડી દીધી છે.
સત્તાવાર આદેશ અનુસાર રાજ્યમાં જીમ, પાર્ટી પ્લોટ અને રહેણાંકના કોમ્પલેક્ષમાં કામકાજ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
બેંગ્લોર પોલીસ કમિશનર કમલ પંતે તમામ પ્રકારની રેલીઓ, પ્રદર્શન અને જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે.દેશમાં કોરોના કેસો ખૂબ જ વધી રહ્યા છે.
ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારે તમામ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરવાના છે. આ બેઠકમાં દેશમાં કોરોના કેસો સૌથી વધારે છે એવા 11 રાજ્યોમાં પાંચ દિવસનું લોકડાઉન લાદવા મુદ્દે ચર્ચા કરાશે એવું સૂત્રોનું કહેવું છે.
આ રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, હિમાચલ, ઝારખંડ, રાજસ્થાન, કર્ણાટક અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment