મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આજે સવારે 0.40 ટકાની તેજી સાથે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 45530 રૂપિયા અને 0.68 ટકાની તેજી સાથે ચાંદીનો ભાવ 65003 પ્રતિ કિલો પર આવી ગઈ છે.
દિલ્હી સરાફા બજારમાં સોનાનો ભાવ વધી ગયો છે આજે 0.40 ટકાની તેજી સાથે 45530 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ થઈ ગયો છે.
જ્યારે ઇન્ટરનેશનલ બજાર 0.3 ટકા વધીને 1733.31 ડોલર પ્રતિ ઔંશ રહ્યુ હતુ. દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 48460 રૂપિયા છે.
તે સિવાય 46680 રૂપિયા મુંબઈમાં, ચેન્નઈમાં 44920 અને કોલકત્તામાં 47480 રૂપિયાના લેવલ પર છે.
સોનાની કિંમત માં 7 ઓગસ્ટ 2020 ના ભાવથી 26 માર્ચ 2021 સુધીમાં 12,927 રૂપિયાના ઘટાડા સાથે 44081 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યા.
તો ચાંદીમાં 7 ઓગસ્ટ 2020 ના દિવસે 77840 થયા હતા.જેમાં ગત શુક્રવારે 13564 રૂપિયા ઘટીને 64276 રૂપિયા પર પહોંચ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment