પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી : મમતા બેનરજીને થયેલી ઇજાનો ભાંડો ફૂટ્યો, વીડિયોમાં કંઈક આવ્યું આવું સામે.

પશ્ચિમ બંગાળમાં અત્યારે વિધાનસભાની ચૂંટણીઓના દિવસે રાજકીય ગરમાવો ગરમ જોવા મળ્યો હતો. ચૂંટણીના થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જી જેવો ઉમેદવારી નોંધાવવા નંદીગ્રામ ગયા હતા અને ત્યાં તેઓને પગમાં ઇજા થઇ હતી.

ઘણા દિવસો ત્યાં ઇજાને લઇને બંગાળથી નવી દિલ્હી સુધી રાજકારણ ચાલતું રહ્યું. મમતા બેનરજીએ સ્પષ્ટપણે આને પોતાના પર હુમલો ગણાવ્યો હતો અને ભાજપનો હાથ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

તપાસ બાદ ચૂંટણી પંચે તેને અકસ્માત ગણાવ્યું હતું. શુક્રવારના રોજ એટલે કે ગઈકાલે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ એક વીડિયો શેર કર્યો હતો અને મમતાની ઇજા અંગે કટાક્ષ કર્યો હતો.

સંબિત પાત્રાએ પોતાના ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો હતો અને તેમાં લખ્યું હતું કે, બિચારા પગ હલાવી હલાવીને જણાવી રહ્યા છે કે તેઓને કેટલી પીડા છે. વાત એમ છે કે આ વીડિયોમાં મમતા બેનર્જી વ્હીલચર પર પણ બેઠેલા છે.

અને તેમના ઘાયલ પગને વારંવાર હલાવતા જોઈ શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે નંદીગ્રામમાં ટીએમસી કાર્યકરોની બેઠક દરમિયાનનો આ વિડિયો છે અને બેઠકમાં કાર્યકરો સાથે વાત કરતાં મમતા બેનર્જી પોતાનો પગ હલાવી રહી છે.

જેને પાંટો બાંધવામાં પણ આવેલો છે.આ અગાઉ ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ અને મમતા બેનરજીના પગમાં થયેલી ઇજા અંગે કટાક્ષ કર્યા હતા. પશ્ચિમ બંગાળ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરી અને.

ભાજપના બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય તેને મમતાની નોટંકી ગણાવી હતી. અધીર રંજને કહ્યું હતું કે મમતા નાટકો કરવામાં પારંગત છે પરંતુ આ વખતે જનતા તેમની જાળમાં નહીં આવે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*