ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી પહેલા સી.આર.પાટીલ દ્વારા ભાજપના નેતાઓને સોંપાઈ આ નવી જવાબદારી.

Published on: 10:46 am, Sat, 3 April 21

પ્રદેશ ભાજપના વિવિધ મંત્રીઓને ઝોન પ્રમાણે જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી નો રંગ જોવાનો બાકી છે તે પહેલા જ ભાજપ દ્વારા નવા હોદ્દેદારોની નિમણૂક કરાઇ છે અને આ સી.આર.પાટીલ દ્વારા નવી જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાત રાજ્યના છ મહાનગરમાં ભાજપની ભવ્ય જીત બાદ સંગઠનમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. જેમાં અલગ-અલગ ઝોનમાં યુવાઓને નવી નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા આ અંગેની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં સૌથી મહત્વના નામ જોવામાં આવે તો પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

પ્રદીપસિંહ વાઘેલાને દક્ષિણ ઝોન અને અમદાવાદની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે તેઓને પ્રદેશ કાર્યાલય ની પણ જવાબદારી સોંપવામાં આવી છે.

મહામંત્રી અને જે ઝોન ની કામગીરી સોંપવામાં આવી છે તેમાં મધ્ય ઝોન ની કામગીરી ભાગવતને સોંપવામાં આવી છે જ્યારે કચ્છ અને ઉત્તર ઝોનની જવાબદારી રજની પટેલને સોંપવામાં આવી છે.

વિનોદ ચાવડાને સૌરાષ્ટ્ર ની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત યુવા મોરચાના પ્રમુખ તરીકે પ્રશાંતભાઈ કોરાટ ની વરણી કરવામાં આવી છે. ગુજરાત મહિલા મોરચાના પ્રમુખ તરીકે દિપીકાબેન સરડવાની નિમણૂક કરવામાં આવી છે.

અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે પ્રધુમન વાજા અને અનુસૂચિત જન જાતિ મોરચાના પ્રમુખ તરીકે હર્ષદ વસાવા ઉપરાંત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ તરીકે હીતેશ પટેલ અને બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે ઉદય કાનગડ ની વરણી કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી પહેલા સી.આર.પાટીલ દ્વારા ભાજપના નેતાઓને સોંપાઈ આ નવી જવાબદારી."

Leave a comment

Your email address will not be published.


*