પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે આ સમયે દરેક રાજ્યમાં રાજકીય પાર્ટી સત્તા પર પહોંચવા માટે મહેનત કરી રહી છે. આ તમામ ની વચ્ચે ભારતીય જનતા પાર્ટી માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં કાંટાની ટક્કર દેખાઈ રહી છે.
ત્યારે ભાજપ અને ટીએમસી વચ્ચે બરાબરની ટક્કર થઇ રહી છે. આજ સમયે આસામ,કેરલ,તમિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પૂડુંચેરી માં ચૂંટણી થવાની છે.કેરળ ભાજપ માટે સંકટ દેખાઈ રહ્યું છે.
સી વોટર ના ઓપીનિયન પોલ મુજબ જોઈએ તો એલડીએફ ને 77 માંથી 85 સીતા મળતી દેખાઈ રહી છે જ્યારે યુડીએફ ને 54 થી 62 સીટો મળવાના અણસાર છે જ્યારે ભાજપ શૂન્યથી બે સીટ ની આસપાસ રહેશે.
તમિલનાડુમાં સર્વે પ્રમાણે યુપીએની સરકાર બનવાનું અનુમાન છે. તમિલનાડુ વિધાનસભા માં યુપીએને 161 થી 169 સીટો મળવાનું અનુમાન છે જ્યારે એનડીએને સત્તાથી દૂર હતા ફક્ત 53 થી 61 સીતા મળી શકે છે.
અને એએમએમકેને 1 થી 5 સીટ મળી શકે છે. અન્ય ના ખાતામાં 3 થી 7 સીટ જ્યારે કમલ હાસનની પાર્ટીને 2 થી 6 સીટો મળી શકે છે.
આસામમાં હાલ ભાજપની આગેવાની હેઠળ સર્વાનંદ સોનોવાલ ની સરકાર છે ત્યાં પણ ભાજપ ની વાપસી મુશ્કેલ દેખાઈ રહી છે. તાજા સર્વેમાં જણાવ્યા પ્રમાણે ભાજપ આસામમાં સંગઠનની સરકાર બની શકે છે.
પણ ઓપનિયમ પોલ માં જણાવ્યા પ્રમાણે ત્યાં કાંટાની ટક્કર થઇ શકે છે.126 સીટો વાલી આસામ વિધાનસભામાં એનડીએને 64 થી 72 સીટો મળવાનુ અનુમાન છે જ્યારે યુપીએને 52 થી 60 સીટો મળી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment