હોળી-ધૂળેટીના તહેવારને લઇને રાજ્ય સરકારે બહાર પાડી માર્ગદર્શિકા, જાણી લો નિયમો.

111

રાજ્યમાં ધુળેટીની ઉજવણી ને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે.હોળી ધુળેટી ને લઈને રાજ્ય ગૃહ વિભાગ દ્વારા ગાઈડ લાઈન પાડવામાં આવી છે. હોળીની ધાર્મિક વિધિ માટે છૂટ છાટ આપવામાં આવી છે.

પરંતુ ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માર્ગદર્શિકામાં કહેવાયું છે કે , આ તહેવારોમાં લોકો સોસાયટી, શેરી,નાકા,જાહેર સ્થળો,ખુલ્લા મેદાન અને રસ્તાઓ પર મોટી સંખ્યામાં એકત્રીત થવાથી કોરોના સંક્રમણ વધવાની શક્યતા છે.

રાજ્યમાં હાલ કોરોના ની સ્થિતિને ધ્યાનમાં લેતાં હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે અને.

હોળીની પ્રદક્ષિણા સાથો સાથ ધાર્મિક વિધિ પણ કરી શકાશે.તો હોળી દહનના કાર્યક્રમમાં ભીડ એકઠી કરવા પર પણ લગાવ્યો છે. કોરોના માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તેની આયોજક દ્વારા તકેદારી રાખવાની રહેશે.

આગામી 28 માર્ચે હોળી અને 29 માર્ચે ધુલેટી છે ત્યારે બે દિવસ પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ મુદ્દે જાહેરાત કરતા જણાવ્યું કે.

લોકો હોળી નું પ્રાગટ્ય કરી શકશે અને દરેક મહોલ્લા,શેરીમાં સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કોરોનાની માર્ગદર્શિકા નું પાલન કરતા હોળી પ્રગટાવી શકશે પરંતુ ધુળેટી ના દિવસે રંગોત્સવ મનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ મુકાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!