મિત્રો પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થઇ ગયા છે અને સરકારી તેલ કંપનીઓને આજે એટલે કે બુધવારના રોજ ઘણા દિવસો બાદ જનતાને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ માં કાપ મુક્યો છે.
તેલ કંપનીઓએ 24 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર રાખ્યા બાદ તેમાં ઘટાડો કર્યો છે. આજે પેટ્રોલની કિંમતમાં 18 પૈસા અને ડીઝલની કિંમતમાં 17 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે.
આકા બાદ દિલ્હીમાં 90.99 રૂપિયા પ્રતિ લીટર જયારે ડીઝલ ના ભાવ 81.30 રૂપિયા પ્રતિ લિટર પર આવી ગયા છે.આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં 15 દિવસમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે.
યુરોપમાં કોરોના ની ત્રીજી લહેર ચાલતી હોવાની કારણ ઈંધણ ની માંગ ઘટવા લાગી છે અને જેને લઇને કાચા તેલની કિંમત 71 ડોલર પ્રતિ બેરલની ઊંચાઈ થી નીચે આવીને સીધા 64 ડોલર પ્રતિ ભૈરવ પર આવી ગયા છે.
10 ફેબ્રુઆરી થી 26 ફેબ્રુઆરી વચ્ચે તેલ કંપનીઓએ લગભગ પ્રતિ લિટર 4 થી 5 રૂપિયાનો વધારો કર્યો હતો.આપને જણાવી દઇએ કે રોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.
અને તે સમયે નવા દરો લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડાયા બાદ તેના ભાવ લગભગ ડબલ થઈ જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment