કોરોના વેક્સિન મુદ્દે સરકાર નો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાત માં નિરાધાર અને વંચિત લોકોને આધાર કાર્ડ ના પુરાવા વિના વેક્સિન આપવાનો નિર્ણય લેવાયો છે. કોરોના વેક્સિન મુદ્દે સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતના ભીક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થા ઓમાં રહેતા 45 વર્ષ થી વધુની વયના અને ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિઓના આધારકાર્ડ વિના પણ કોરોના વેક્સિન અપાશે.
વૃદ્ધાશ્રમો અને દિવ્યાંગ કલ્યાણ સંસ્થામાં રહેતા લોકોને વેક્સિન આપવામાં આવશે.એટલું જ નહિ પરંતુ 45 વર્ષ થી નીચેની વયના વ્યક્તિઓને પણ કોરોના વેક્સિન આપવામાં આવશે.વંચિત અને નિરાધાર લોકો ને વેક્સિન મળી રહે.
તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.મુખ્યમંત્રી રૂપાણી એ આવી સંસ્થાઓમાં વસવાટ કરતા 60 વર્ષથી વધુ ની આવી સંસ્થાઓમાં વસવાટ કરતા 60 વર્ષ ની વધુ ની વયના વયસ્ક વડીલોને પણ આધાર કાર્ડ ન હોય.
તો પણ વેક્સિન આપવાનો સૌથી મોટો નિર્ણય કર્યો છે.24 કલાક દરમિયાન ગુજરાત માં સૌથી વધુ 1640 કેસ નોંધાયા છે.27 નવેમ્બર 2020 ના રોજ સૌથી વધુ 1607 કેસ નોંધાયા હતા. આ સાથે જ સાજા થનાર ની વાત કરવામાં આવે.
તો 1110 દર્દીઓ સાજા થયા છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,76,348 દર્દીઓએ કોરોના ને માત આપી છે.4 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે,આ સાથે જ રાજ્યમાં 4454 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયાં છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment