કોરોનાવાયરસ ની મહામારી ના એક વર્ષ જેટલો સમય થવા આવ્યો છે ત્યારે એક વર્ષના સમય કોરોના વેક્સિન પણ શોધાઈ ગઈ છે છતાં પહેલા હતી તેવી સ્થિતિ હાલમાં સર્જાય છે. ભારતમાં વધતા જતા કોરોના કેસોની વચ્ચેની બીજી લહેર જીવલેણ સાબિત થઈ રહી છે.
કોરોના ને કાબુમાં લેવા માટે દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અહીંયા કોરોના ના કેસો વધી જતા રાજ્યના ત્રણ મોટા શહેરમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યો છે.
મધ્યપ્રદેશમાં ભોપાલ, ઈન્દોર, જબલપુર શહેરમાં રાત્રીના દસ વાગ્યા થી લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે અને આ લોકડાઉન સોમવારે સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે તેઓ પ્રશાસન દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
આ સમય દરમિયાન ફક્ત ઇમર્જન્સી સેવાઓ જ કાર્યરત રહેશે.મધ્યપ્રદેશમાં પ્રશાસન દ્વારા ત્રણ મોટા મહાનગરોમાં કલમ 188 લાગુ કરી દેવામાં આવી છે અને તમે કોઈપણ કારણ વગર ઘરની બહાર નીકળી શકો.
અને આ કારણ પણ ઈમરજન્સી હશે તો જ માન્ય ગણાશે. પોલીસને વગર કારણે ફરતા લોકોની ધરપકડના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશમાં સ્થિતિ ગંભીર છે તેમ છતાં 24 કલાકમાં ગુજરાત કરતા ઓછા કેસો આવી રહ્યા છે.ગુજરાત રાજ્યમાં જ્યારે કોરોના ની સ્થિતિ વકરી રહી છે.
ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું કે કોઈ પણ સ્થિતિમાં ગુજરાત રાજ્યમાં લોકડાઉન કરવામાં નહીં આવે અને રવિવારના રોજ મોટા પાયે વેક્સિનેશન કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment