મિત્રો પેટ્રોલ ડીઝલ ના ભાવ હજી પણ મોંઘું થશે, જાણો કારણ.

પેટ્રોલ ડીઝલના ભાવ ખુબજ મોંઘું થતાં લોકો હવે ખૂબ જ ઓછું ફરવાનું પસંદ કરે છે. મોટા મોટા શહેરોમાં ફરવા કરતાં પણ પોતાના જરૂરી કામો માટે વ્હિકલ નો સહારો લેવો પડતો હોય છે. સામાન્ય નાગરિકની આ પરિસ્થિતિઓને નજર અંદાજ કરી સરકારે મૌન સાધ્યું છે.

જોકે આપણા દેશમાં પેટ્રોલ મોંઘું થવા પાછળનું કારણ સરકાર દ્વારા નાંખવામાં આવતો ટેકસ છે. સૌ પ્રથમ તો આપણા દેશ બહારથી પેટ્રોલ ની આયાત કરે છે ત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં પેટ્રોલના ભાવ આપણા દેશ પેટ્રોલ ની ખરીદી કરે છે.

હવે આ પેટ્રોલ પહેલા તો કેન્દ્ર સરકારે જ નાખે છે ત્યારબાદ રાજ્ય સરકાર તેના પર વેટ વસૂલે છે અને વધુમાં કોઈ રાજ્યોમાં તો ટ્રાન્સપોર્ટ નો ખર્ચ પણ લાગે છે.

દેશના પાટનગર દિલ્હીમાં થોડા દિવસની પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે જોકે હાલ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 91.17 રૂપિયા છે તો બીજી બાજુ મુંબઈમાં તો દિલ્હી કરતા પણ પેટ્રોલના ભાવ વધુ જોવા મળ્યો હતો.

મુંબઈમાં પેટ્રોલની કિંમત 97.57 રૂપિયા પ્રતિ લીટર રહ્યું છે. જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધવાના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થઇ શકે છે.

ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરીએ તો જુલાઈ મહિનામાં પેટ્રોલનો ભાવ 70.40 પ્રતિ લિટર હતો જયારે હાલ વધીને 88.35 રૂપિયા થયા છે તો ડીઝલનો ભાવ જુલાઈ માં 69.83 લીટર હતો જયારે વધીને 87.77 લીટર થયો છે.

જુલાઈ પછી પેટ્રોલ ના ભાવમાં 17.95 રૂપિયાનો વધારો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં 17.94 રૂપિયાનો વધારો થયો છે. જોકે, હાલ ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘી થયું જે 90.22 રૂપિયા પ્રતિ લિટર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*