સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે.વર્ષ 2015 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરતા અડધી બેઠકો પણ કોંગ્રેસના ભાગમાં આવી નથી.ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ દિનપ્રતિદિન કથળી થઇ રહી છે.
ચૂંટણીમાં કારમી હાર થતાં અલગ અલગ શહેર ના કોંગ્રેસ ના પ્રમુખોએ પોતાના રાજીનામા ધરી દીધા છે.આ ઉપરાંત કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ પણ પોતાના રાજીનામાં હાઇકમાન્ડ ને મોકલી આપ્યા હતા.
ચૂંટણી માં કોંગ્રેસ ની હાર બાદ સુરત અને અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામા આપ્યું છે.અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ શહેર પ્રમુખ પરથી રાજીનામું આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
શશીકાંત પટેલના રાજીનામા બાદ ઇન્ચાર્જ શહેર પ્રમુખ ની જવાબદારી કોંગ્રેસ દ્વારા ચેતન રાવલ ને સોંપવામાં આવી છે.સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા એ પણ ચૂંટણી માં હાર ની જવાબદારી સ્વીકારી ને શહેર પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું છે.
અને સુરતમાં કોંગ્રેસ ના શહેર ઇન્ચાર્જ પ્રમુખ તરીકે નેશેધ દેસાઇ ને જવાબદારી સોંપવામાં આવી છે.સુરત માં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ત્રણ ટિકિટ ની માગણી કરવામાં આવી હતી.
અને કોંગ્રેસ દ્વારા માત્ર એક જ ટિકિટ આપવામાં આવી હતી.પાસ દ્વારા કોંગ્રેસ નો વિરોધ કરવામાં આવ્યો હતો અને આમ આદમી પાર્ટીના સહયોગ આપવામાં આવ્યો હતો.પાટીદાર વિસ્તાર માં જેટલી પણ જગ્યા પર કોંગ્રેસ હતું ત્યાં આજે આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ ચૂંટાઈને આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment