ગુજરાત રાજ્યમાં વસેલા કોરોનાવાયરસ ના કેસ ને ધ્યાનમાં લઇને રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, ઓફલાઈન પરીક્ષા માટે નવેસરથી સમયપત્રક જાહેર કરવામાં આવશે અને રાજ્યના 8 મહાનગર માં 10 એપ્રિલ સુધી.
તમામ પરીક્ષા રદ કરવામાં આવી છે.અને 10 એપ્રિલ સુધીમાં તમામ પરીક્ષા ઓનલાઈન કરવામાં આવશે. આ નિર્ણય સરકારી તથા ખાનગી યુનિવર્સિટીઓ ને લાગુ પડશે અને રાજ્યના 8 મહાનગર ઓ મા.
10 એપ્રિલ સુધી શાળા તથા કોલેજનું ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે.8 મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી તમામ શાળાઓમાં શિક્ષણકાર્ય 19 માર્ચ સુધી બંધ કરી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે.
આ અંગે કોર કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક પ્રથમ પરીક્ષા ઓનલાઈન લેવાશે. રાજ્યની તમામ શાળાઓ ને જાણ કરવામાં આવશે.
અને એક મહિના પહેલા જ શરૂ થયેલી શાળા-કોલેજ કોરોના કેસ વધતા ફરી બંધ કરવાની નોબત આવી છે.શાળાઓ શરૂ થતાં શરૂઆતમાં 60 ટકા જેટલા વિદ્યાર્થીઓ ઑફલાઇન શિક્ષણ માટે શાળાએ આવતા હતા.
હાલમાં 30 ટકાથી પણ ઓછા વિદ્યાર્થીઓ શાળાએ આવતા હતા અને મોટાભાગના વિદ્યાર્થીઓ ઘરે બેઠા ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યા હતા. શાળાઓના સંચાલકો પણ બાળકોના હિતને ધ્યાનમાં રાખી ને.
જ્યાં સુધી ગુજરાતમાં કોરોના ની સ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી શાળા બંધ રહે તેવું ઇચ્છતા હતા. સરકારનો નિયમોનું પાલન કરીને અનેક માર્ગદર્શિકાઓ ને અનુસરીને શાળાઓ શરૂ કરવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment