સોનું ફરી એક વખત ભારે સસ્તું, પાછલા 30 વર્ષનો તોડ્યો રેકોર્ડ, આટલા રૂપિયા નો થયો મોટો ઘટાડો.

સોનામાં જે આજકાલ નો ઘટાડો જોવા મળી રહ્યો છે તેનું કારણ કે કોરોના મહામારી પછી આંતરરાષ્ટ્રીય સ્તરે તેનો ભાવ ઘટવા મળ્યો છે અને બીજું કે આપણા દેશના બજેટમાં સોના-ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે. એક રિપોર્ટ મુજબ 30 વર્ષમાં સોનાની સૌથી ખરાબ શરૂઆત છે.

સોનુ ખરીદનાર માટે સારા સમાચાર કહી શકાય અને આ પહેલા 1991 માં સોનાની ખરાબ શરૂઆત થઇ હતી અને માત્ર બે મહિનામાં સોનાનો ભાવ 6470 રૂપિયા ઘટયો છે.ઓગસ્ટ મહિનાથી સોના-ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

કારણ કે ઓગસ્ટ મહિનામાં કોરોના મહામારી સંકટ ઓછું થયું હતું અને ઉદ્યોગધંધા ફરી શરૂ થયા હતા જેથી સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. ઓગસ્ટ 2020 માં સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 60,040 હતો.

જ્યારે ચાંદી નો પ્રતિ કિલોગ્રામ 77,840 હતો. જ્યારે સોનું ઘટીને 46,110 પ્રતિ ગ્રામ થયું છે ત્યારે ચાંદી ઘટીને પ્રતિ કિલોગ્રામ 65,700 થયું છે. સાત મહિનાના ટૂંકા સમયગાળામાં સોનાં ના પ્રતિ 10 ગ્રામ 13,930 નો ઘટાડો થયો છે.

અને ચાંદીના ભાવમાં 12,140 નો ઘટાડો થયો છે.22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ એક ગ્રામ 4421 રૂપિયા છે જયારે 8 ગ્રામ સોનાનો ભાવ 35,368 રૂપિયા છે અને 10 ગ્રામ સોનાનો ભાવ 44,210 રૂપિયા છે.

24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ એક ગ્રામ 4611 રૂપિયા છે અને 8 ગ્રામ સોનાનો ભાવ 36,888 રૂપિયા છે અને 10 ગ્રામ સોનાનો ભાવ 46,110 રૂપિયા છે.

પાછલા મહિના ત્યાં સુધી વાત કરે તો સૌથી ઓછો ભાવ 6 માર્ચ એ જોવા મળ્યો હતો જે 24 કેરેટ સોનાનો ભાવ 46,300 પ્રતિ 10 ગ્રામ માટે રહો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*