પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વિજય રૂપાણી સરકાર ના મંત્રી રમણ પાટકર એ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી તકે યોજાવાના સંકેતો આપ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણી વિધાનસભાની ચૂંટણી વહેલી આવશે.એ વાતને ફગાવી ને કહ્યું કે, અમે વિધાનસભાની ચૂંટણી વહેલી કરવા માગતા નથી અને નિયત સમયે ચૂંટણી થશે. ગુજરાતમાં વિધાનસભાની મુદત ડિસેમ્બર, 2022 માં પૂરી થાય છે.
તેથી રૂપાણી વિધાનસભાની મુદત ડિસેમ્બર 2022 માં યોજાશે તેવું સ્પષ્ટ કર્યું છે.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખુબ જ સરસ પ્રદર્શન કર્યા પછી હવે ભાજપની નજર 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે.
અને હવે ભાજપ નું લક્ષ ગુજરાત વિધાનસભા માં 182 બેઠકોમાંથી 140 કરતાં પણ વધારે બેઠકો જીતવાનો છે ત્યારે ઉમરગામ ખાતે અભિવાદન સમારોહમાં રમણ પાટકર આ નિવેદન કરતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતમાં અણધાર્યું પરિણામ મેળવી કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે ત્યારે આ જુવાળ નો લાભ લેવા ભાજપ વિધાનસભાની ચૂંટણી પહેલા યોજી શકે.
તેવા સ્પષ્ટ સંકેત રમણ પાટકર એ આપ્યો છે. ગુજરાતમાં ભાજપના ભવ્ય વિજય ના પગલે ભાજપના મંત્રી નેતાઓ શહેરો ગામડાઓમાં અભિવાદન સમારોહ યોજીને મતદારોનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment