મહારાષ્ટ્રમાં કોરોના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે જેને લઇને ઔરંગાબાદ માં આંશિક લોકડાઉન લગાવવાનો ફેસલો સ્થાનિક તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.11 માર્ચથી 4 એપ્રિલ સુધી શહેરમાં તમામ સાર્વજનિક કાર્યક્રમોમાં પર રોક લગાવી દેવામાં આવી છે.
એટલું જ નહીં આ દિવસો દરમિયાન શહેરમાં કોઈ પણ હોલમાં લગ્ન પ્રસંગ નહિ યોજાય અને હાલમાં ઓરંગાબાદમાં 4264 જેટલા એક્ટિવ કેસો છે.સ્થાનિક તંત્ર ના કહેવા મુજબ જે કોઈના લગ્ન પહેલેથી જ નક્કી થયા હશે.
તેઓએ રજીસ્ટર મેરેજ કરવા પડશે.આ ઉપરાંત સ્વિમિંગ પૂલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, એપીએમસી પણ આ સમયે બંધ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી એકનાથ કહ્યુ કે, કોરોનાવાયરસ ના વધતા જતા કેસને લઈને માર્ચ 11થી 4 એપ્રિલ સુધી ઓરંગાબાદમાં સંભાજી નગર માં રાત્રે 9 થી સવારના 6 સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે.
વીકેન્ડમાં લોકડાઉન મહેસાણા સમય દરમિયાન શાળા કોલેજ અને વેડિંગ હોલ બંધ રહેશે.સૂત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં વધી ગયેલા કોરોના ને ધ્યાનમાં રાખી.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. જેમાં કોરોનાવાયરસ પર કઈ રીતે કાબૂ મેળવી શકાય તે વિષય પર ચર્ચા થઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment