ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતમાં યોજાનારી રાજ્યસભાની પેટા ચૂંટણી માટે બે નામોની જાહેરાત કરી છે જેમાં દિનેશભાઈ જેમલભાઈ પ્રજાપતિ અને બીજું નામ રામભાઇ મોકરિયાની જાહેરાત કરી છે.
અહેમદ પટેલ અને અભય ભારદ્વાજ બેઠક ખાલી થતા આ પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે.રાજ્ય સભાના સાંસદ અને વરિષ્ઠ વકીલ અભય ભારદ્વાજ નિધન થયું છે અને સપ્ટેમ્બર મહિનામાં કોરોના થયા બાદ અભય ભારદ્વાજ ની તબિયત લથડી હતી.
જે બાદ તેઓને ચેન્નઈ ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેઓનું નિધન થયું હતું. બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ નું 71 વર્ષ ની વયે નિધન થયું છે અને તેઓ છેલ્લા એક મહિનાથી કોરોના ના.
કારણે હોસ્પિટલમાં સારવાર લઇ રહા હતા અને ત્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.રાજ્યસભાની ગુજરાતની કુલ 11 બેઠકો છે. જેમાંથી 7 બેઠકો ભારતીય જનતા પાર્ટીના હાથમાં છે. ભાજપમાંથી પરસોતમ રૂપાલા, મનસુખ માંડવીયા.
અભય ભારદ્વાજ,નરહરિ અમીન,રમીલા બારા, ડો.એસ.જયશંકર અને જુગલજી ઠાકોર સાંસદ છે. કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ, અમીબેન યાજ્ઞિક, નારાયણ સિંહ રાઠવા સાંસદ છે અને અહેમદ પટેલનું કોરોના ના કારણે અવસાન થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment