પાટીદાર આંદોલન વખતે હાર્દિક પટેલ સુરત આવતો ત્યારે સેંકડો યુવાનો થી ઘેરાયેલો રહેતો અને ગઈકાલે સુરતના કતારગામમાં કોંગ્રેસની સભામાં એક પણ પાસ ના યુવાનો દેખાયા ન હતા. સુરતમાં કોંગ્રેસ ની જાહેર સભા માટે આવેલા.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ થી પાસના યુવાનોએ અંતર બનાવી રાખ્યું હતું. સુરતમાં હાર્દિક પટેલ આવશો ત્યારે અનેક યુવાનો તેના પડછાયાની જેમ રહેતા તે પાટીદાર યુવાનો ગઈકાલે ગાયબ દેખાયા હતા.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની ટિકિટ માટે પાસ અને કોંગ્રેસ વચ્ચે ઝઘડો થયો હતો.ત્યારે હાર્દિક પટેલ રાજકીય જવાબ આપીને કહ્યું હતું કે અમુક ભૂલ પાસની છે જયારે અમુક ભૂલ કોંગ્રેસ ની છે. પરંતુ પાસ કોંગ્રેસ સાથે છે કે નહીં.
તેનો સ્પષ્ટ જવાબ હાર્દિક પટેલ આપી શક્યા ન હતા.આટલું જ નહીં પરંતુ હાર્દિક પટેલે પાસ અને જનતાને એક ગણાવી હતી તે સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.કોંગ્રેસે ગઈકાલે કતારગામ વિસ્તારમાં પરિવર્તન સભા નામે ચૂંટણી સભા કરી હતી.
જેમાં હાર્દિક પટેલ આવ્યા હતા પરંતુ એકલા અટુલા જોવા દેખાતા હતા.પહેલાં જેટલા લોકો હાર્દિક પટેલ ની આસપાસ યુવાનો રહેતા હતા તેના કરતાં ઓછો લોકો ની સભા હાર્દિક પટેલે સંબોધી હતી.
હાર્દિક પટેલને પ્રશ્ન પૂછતા જવાબ આપ્યો હતો કે કેટલાક અંશે પાસ સાચી છે જયારે કેટલાક અંશે કોંગ્રેસ સાચી છે,મોટો પરિવાર છે તો નાના મોટા ઇસ્યુ આવતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment