ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ પ્રદેશ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સુરતમાં હતા અને ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસની સુરતમાં જાહેર સભા કરવામાં આવી હતી.
વોર્ડ નંબર 6,7,8 ના પ્રચાર માટેની આ જાહેર સભા કરવામાં આવી હતી.પટેલ સભાનું સંબોધન કર્યું હતું અને પરિવર્તન સભા નું નામ આપી પ્રચાર માટે ત્રણ વોર્ડ ની સભા કરવામાં આવી હતી. સુરત કોંગ્રેસ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અને એક વર્ષ પછી સુરત આવ્યો છું અને કતારગામમાં ત્રણેય વોર્ડ માં કોંગ્રેસ જીતશે અને ધારાસભ્યોને સવાલ કરાય તો બાપ-દીકરાને પોલીસ બોલાવી જેલમાં પૂરી દેવાય છે.સુરતમાં ગઇકાલે અનેક સમાજના આગેવાનોને મળ્યો છે.
અને કતારગામમાં ભાજપના કોર્પોરેટર છે પણ ઘણી સમસ્યા છે તેવું તેઓએ પોતાના ભાષણમાં કહ્યું હતું.તેઓએ કહ્યું હતું કે ગેસ પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે અને ગઈ ચૂંટણીમાં એક સમાજનું આંદોલન હતું.
અને આ વખતે બધાય સમાજનું આંદોલન છે. હું ગુજરાતી છું અને મારી પત્ની ને મૂકીને સેવા કરવા વાળો નથી. માસ્ક અને હેલ્મેટ મામલે બધે દંડ છે પણ કોઈ બોલતું નથી.સી.આર.પાટીલ બહુ અલગ પ્રકાર ના માણસ છે.
જયારે પાસની નારાજગી હાર્દિક પટેલ નું મહત્વ નું નિવેદન સામે આવ્યો હતો અને તેઓએ કહ્યું કે પાસ એની જગ્યાએ સાચી છે અને કોંગ્રેસ એની જગ્યાએ સાચા છે.ટિકિટ મુદ્દે મારી સતત વાતચીત થઈ રહી છે અને અમે બધા સાથે છીએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment