ભાજપમાં અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસમાં હાર્દિક પટેલ રીતસર સાઈડલાઈન થયા છે.એક સમયે સરકાર વિરુદ્ધ આંદોલન કરનારા બંને માટે તેમના સમાજમાં હવે માન-સન્માન જેવું કંઈ રહ્યું ન હોય અને બંને ખુલ્લા પડી ગયા હોય આ બાબતની જાણ ભાજપ અને કોંગ્રેસ.
એમ બંને પક્ષના મોવડીઓને પણ થઈ ચૂકી છે. આ કારણસર જ ભાજપ અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસ માં હાર્દિક પટેલ ને આગળ કરતા નથી,બને પક્ષોએ આદેશ આવી ગયા છે કે,એક સમયના આંદોલનકારી થી પક્ષના ફાયદો નથી.
બંનેમાં એવી કોઈ તાકાત નથી કે પોત પોતાના પક્ષમાં વોટનો ફાયદો કરાવી શકે,તેમ રાજકીય એટલે વર્તુળો જણાવી રહ્યા છે.કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર ના એક પણ ઠેકેદારને અમદાવાદ મ્યુનિ ની ચૂંટણીમાં ટિકિટ મળી નથી.
ઠાકોર સમાજની પોતાના પાસે મોટી વોટ બેંક હોવાના બણગા ફૂંકતા અલ્પેશે ઠાકોર પોતાના કેટલાક ટેકેદારોને કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે ટિકિટ અપાવવા ધમપછાડા કર્યા હતા. પરંતુ અલ્પેશને પૂરો કરવાના ઈરાદે ભાજપે તેને સાઈન લાઈન કર્યો છે.
ભાજપના નેતાની તેની એક પણ વાત માનવા તૈયાર નથી.જરૂર પડશે તો અલ્પેશ ઠાકોર સમાજ માંથી જ બીજા કોઈ મોટા માથાને લાવીને નેતા બનાવવામાં આવશે પરંતુ અલ્પેશને તો નહિ જ તેમ ખુદ ભાજપના સૂત્રો કહે છે.
કે બીજી તરફ અલ્પેશથી તેના જ સમાજના મોટાભાગના લોકો નારાજ છે.ગુજરાત કોંગ્રેસના નેતાઓ હાર્દિક પટેલને જરાયે ગાંઠતા નથી જેના કારણે હાર્દિક રિસામણે ચઢ્યો હોવાનો કોંગ્રેસ માં ભવનનો ગણગણાટ છે.
ગુરુવારે પાલડી સ્થિત પ્રદેશ કાર્યાલય કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો તે વખતે મંચ પર સિનિયર જુનિયર નેતાઓ ગોઠવાઈ ગયા હતા એ પછી હાર્દિક આવ્યો ત્યારે હાર્દિક માટે કોઈ જ ખુરશી ખાલી નહોતી.
એક તબક્કે એઆઇસિસી ના સહપ્રભારી બોલ્યો કે,ખુરશી તો હે નહિ,યહાં મુજે કયો કે કે આયે,આમ કોંગ્રેસના નેતાઓએ અંદરો અંદર ભેગા થઈને હાર્દિક ને કદ પ્રમાણે વેતરી નાખ્યો હોવાનો ગણગણાટ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment