રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા તાલુકા પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણી 2021 નું આગામી તા 21 અને 28 ફેબ્રુઆરીના રોજ સવારે 7:00 કલાકથી સાંજે 6:00 કલાક દરમિયાન મતદાન યોજાવાનું છે.
ત્યારે જે તે વિસ્તારના ગુજરાત સોપસ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ 2019 હેઠળ નોંધાયેલ સંસ્થાઓના કર્મચારીઓ પોતાના મતાધિકાર ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજા મંજૂર કરવાની રહેશે.
કર્મચારી ના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહિ.જે કોઈ માલિક જોગવાઈ વિરુદ્ધ વર્તન કરશે તે દંડ અને સિક્ષા ને પાત્ર રહેશે એમ રાજ્યના શ્રમ આયુક્ત શ્રી ની યાદીમાં જણાવ્યું હતું.કલેકટરલય ના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં.
ચૂંટણીમાં આચારસહિતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અંગે સબંધિત નોડલ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યો હતા.રાજ્ય અને કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કચેરીઓ/વાણિજ્ય સંસ્થાઓ.
ગ્રામીણ બેંકો, હોટલો/ઔદ્યોગિક એકમ/કારખાનાઓ, ફેક્ટરીઓમાં કામ કરતા વ્યક્તિઓ મતદાન કરી શકે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા વારાફરતી ત્રણ કલાકનું ખાસ રજા રાખવા અથવા તો મતદાનના દિવસે રજા રાખવી.
અને તેના બદલામાં અન્ય અઠવાડિક રજાઓના દિવસે સંસ્થાઓ/એકમો કાર્યરત રહે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું છે.જાહેરનામા અનુસાર સુરત પોલીસ કમિશનર રેટ વિસ્તારમાં કોઇપણ રાજકીય પક્ષ.
ઉમેદવાર અને તેના ચૂંટણી એજન્ટ.કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઈ વ્યક્તિએ મતદાનના દિવસે તા 21/02/2021 તથા 28/02/2021 ના રોજ મતદાન પૂર્ણ થવાના.
48 કલાક પહેલાંથી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના તમામ મેસેજ મોકલવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment