ગુજરાત રાજ્યના રાજકારણમાં વધુ એક ગરમાવો જોવા મળી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળો વચ્ચે શંકરસિંહ વાઘેલા ની કોંગ્રેસમાં ઘર વાપસી થઇ શકે છે. આ માટે તેઓ કોંગ્રેસમાં અનેક દિગ્ગજ નેતાઓના સંપર્કમાં છે.
ત્યારે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ માં જોડાવાની ગતિવિધિઓ તેજ બની ગઇ છે.પ્રદેશ કોંગ્રેસના મોટા નેતાઓ શંકરસિંહ વાઘેલાના સતત સંપર્કમાં છે ત્યારે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે.
તેઓ ટૂંક સમયમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરશે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના હવે તો થોડાક જ દિવસો બાકી છે. ચૂંટણી પહેલા જ શંકરસિંહ વાઘેલા રાજનીતિ માં સક્રિય થયા છે તો બીજી બાજુ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ.
પણ ગુજરાતની મુલાકાતે છે. શંકરસિંહ વાઘેલા આગામી દિવસોમાં કોંગ્રેસમાં જોડાશે અને આ અગાઉ પણ ખુદ શંકરસિંહ વાઘેલાએ આ સમાચાર પર મહોર લગાવી હતી.શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવાની તૈયારી દર્શાવી હતી.
અને મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, જો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી કહેશે તો કોંગ્રેસમાં જોડાયા ત્યારે જરૂરી છે કે, કોંગ્રેસમાં આવવાની અટકળો પર મહોર લગાવી છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને મળ્યો છું અને આગામી સમયમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસમાં જોડાવું પડે તો મારી તૈયારી છે આવું શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment