દિલ્હી પોલીસના વિશેષ સેલે 26મી જાન્યુઆરી હિંસા કેસમાં આરોપી દીપ સિદ્ધુની ધરપકડ કરી હતી.દીપ સિદ્ધુ 26 મી જાન્યુઆરીએ ટેકટર રેલી દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસાના મુખ્ય આરોપી છે.
અને હવે ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ તેની પૂછપરછ કરી રહી છે.ઇન્ડિયા અહેવાલ મુજબ મળતી માહિતી કહે છે કે, આને ઘણા રહસ્યો ખોલ્યા છે અને તેને દાવો કર્યો છે કે તેનો કટ્ટરવાદી સંગઠન સાથે સંબંધ નથી.
અને હા તે વિનાશકારી વિચાર પ્રવાહને ધ્યાનમાં લે છે. નોંધનીય છે કે લગભગ પંદર દિવસ ફરાર થયેલા આ વ્યક્તિ પર પોલીસ દ્વારા 1 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ દીપ નું કહેવું છે કે.
પ્રજાસત્તાક દિવસ પર ટેકટર રેલી પરેડ ના આગલા એક દિવસ પહેલા તેણે ખેડૂતો દ્વારા નિર્ધારિત માર્ગ તોડવાની યોજના બનાવી હતી અને તેની યોજના એવી હતી કે જો શક્ય બને તો લાલ કિલ્લા થી ઇન્ડિયા ગેટ જવું.
તપાસમાં બહાર આવ્યું છે કે ફરાર આરોપી જૂગરાજ સિંહ ને ખાસ ધાર્મિક ધ્વજ ફરકાવવા માટે લાવવામાં આવ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે.
26 જાન્યુઆરીએ રાજધાનીમાં થયેલી હિંસક ઘટના અને લાલ કિલ્લા પર શીખોના પવિત્ર ધ્વજ લહેરાવવા પાછળ પંજાબી અભિનેતા દીપ સિદ્ધુ નું નામ બહાર આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment