આજે રાજ્યસભામાં સબોંધન કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે દેશને આંદોલનજીવી અને ફોરેન ડિસ્ટ્રીકિટિવ આઇડિયોલોજીથી બચવાની જરૂર છે.પીએમ મોદીના રાજ્યસભાના સબોંધન ની મુખ્ય વાતો શું તે ચાલો આપણે જાણીએ.
તેમને વિપક્ષ પર નિશાન સાધતા જણાવ્યું કે,પૂર્વ પીએમ મનમોહન સિંહે તેમના કાર્યકાળમાં ખેડૂતને તેમનું ઉત્પાદન ક્યાંય પણ વેચવાની છુટ આપવાની વાત કરી હતી.કોંગ્રેસે આ વાતથી ગોરવ લેવા જોઈએ કે.
મન મોહન સિંહ ની વાત આખરે સરકારે માનવી પડી.પીએમ મોદીએ એનસીપી અધ્યક્ષ શરદ પવાર ને જવાબ અપાતા જણાવ્યું કે,એક સમયે શરદ પવારે કૃષિ સુધારાને આવકાર્યા હતા.
જોકે તેમણે તેમાં સુધારાની શકયતા ને પણ વ્યક્ત કરી હતી.જોકે હવે તેમના રાજનીતિ હાવી થઈ ગઈ છે અને તે વિરોધના સુર આલાપી રહા છે.યુરિયાને નાના ખેડૂત સુધી પહોંચાડવાનું કામ સરકારે કર્યું.
તેમને પેન્શન સુરક્ષા આપી અને રોડના માધ્યમથી આપણે ખેડૂત સુધી પહોંચ્યા.ખેડૂત રેલ અને કિશાન ઉડાન યોજનાનો લાભ પણ ખેડૂત લઇ રહા છે.ખેડૂતોની દેવા માફી એ માત્રા ચૂંટણીલક્ષી પ્રલોભન છે.
જે નાના ખેડૂતો માટે ઉપયોગી નથી.સરકારે ખેડૂતોના લાભ માટે વીમા પાક નો ક્ષમતાને વધારી,વીમા યોજના અંતર્ગત 90 હજાર કરોડ રૂપિયાનો કલેમ ખેડૂતને અપાયો.ખેડૂતની ક્રેડિટ કાર્ડની સમતા પણ વધારી દેવાઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment