મધુ શ્રીવાસ્તવ ની ધમકી સામે જાણો સી.આર.પાટીલે શું કર્યો હુંકાર? જાણો વિગતે.

Published on: 4:27 pm, Mon, 8 February 21

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ દ્વારા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ના પુત્ર દીપકને ટિકિટ ન અપાતા તેઓએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે અને તેનો વિવાદ હાલમાં ચાલી રહ્યો છે.મધુ શ્રીવાસ્તવે ભાજપના નેતાગીરીને ખુલ્લી ચેલેન્જ પણ આપી છે કે.

મારો પુત્ર દિપક શ્રીવાસ્તવ અપક્ષ તરીકે લડશે તો હું તેનો પ્રચાર પણ કરીશ જ.મધુ શ્રીવાસ્તવની આતંકી સામે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ હુંકાર કર્યો છે અને કહ્યું કે, મધુ શ્રીવાસ્તવ તેમના દીકરા ના પ્રચાર માટે જશે.

તો તેમની સામે પગલાં ભરાશે. મધુ શ્રીવાસ્તવ પોતાના દીકરાને જીતાડવા માટે પૂરી તાકાત લગાવી રહ્યા છે અને એ મુદ્દે સી આર પાટીલ ને પ્રશ્નો પૂછતા તેઓએ આ જવાબ આપ્યો હતો.મધુ શ્રીવાસ્તવ એક પત્રકારને કેમેરા સામે.

થોકી દેવાની ખુલ્લી ધમકી આપીને નવો વિવાદ પેદા કર્યો છે. આ મુદ્દે પાટીલે કહ્યું કે, આ બાબતની કોઈ ફરિયાદ આવશે તો તેની તપાસ કરીને કડક પગલાં લેવામાં આવશે.

ગુજરાત રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીઓ ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે ત્યારે ભાજપ ઉપરાંત અન્ય પક્ષો પણ ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ચૂંટણીના પ્રચારની શરૂઆત દરમિયાન ભાજપ ઉપરાંત અન્ય પક્ષના નેતાઓ કોરોના મહામારીને ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મધુ શ્રીવાસ્તવ ની ધમકી સામે જાણો સી.આર.પાટીલે શું કર્યો હુંકાર? જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*