સુરત પાસ કોંગ્રેસનો વિરોધ કરી રહ્યું છે કારણ કે સુરત ૫ની ટીમે કોંગ્રેસ પાસેથી બેઠકો માંગી હતી જેમાં કોંગ્રેસે ફક્ત એક ટિકિટ આપતા પાસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પાર્ટીના આ વલણથી કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો ખૂબ જ નારાજ થયા છે.
પાટીદાર ધારાસભ્યોએ પ્રદેશના નેતાઓને અલ્પેશ કચેરિયા ના સમર્થનમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને રાજ્યના પ્રભારી રાજીવ સાતવ ને ફોન કર્યો હતો પરંતુ તેઓએ ઉપાડ્યો નહોતો. અલ્પેશ દ્વારા કોંગ્રેસ સામે નારાજગી દર્શાવી છે.
પાસ નેતા ધાર્મિક માલવીયા વાજતે ગાજતે બળદગાડામાં બેસી ઉમેદવારી નોંધાવવા માટે નીકળ્યા હતા પરંતુ કોંગ્રેસે પાસ ના બે દાવેદારને ટીકીટ આપવાના વચન ન નિભાવ્યું હતું. છેલ્લી ઘડી સુધી ઉમેદવારોને મેન્ડેટ ન મળતા.
ધાર્મિક ઉમેદવારી ન નોંધાવી.આ મુદ્દે માહોલ ગરમાયો છે ત્યારે પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ કોંગ્રેસના સત્તાધીશો પર રોષ ઠાલવ્યો હતો. સુરત પાસ એ બે ટિકિટ ની માંગ કરી ત્યારે માંગ ન સંતોષાતાં ધાર્મિક માલવીયા.
એ પોતાની દાવેદારી પરત ખેંચી હતી.પાસ નેતા ની ટિકિટ ખડતા હવે કોંગ્રેસને પોતાના પગ પર કુહાડી મારી છે. પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા સહિતના પાસ ના કાર્યકરો અને.
આગેવાનોએ કોંગ્રેસને હરાવવાની ધમકી આપી છે. જોકે કોંગ્રેસ આમ પણ પહેલાથી ખાડામાં છે તેવામાં ખાડો કેવી રીતે કરાય તે આવનારા સમયમાં જોવાનું રહ્યું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment