સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર એટલે કે ખુશીના સમાચાર સામે આવ્યા છે.હકીકત માં સ્કીલ ઇન્ડિયા ના ઉદ્દેશ્ય ને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એ નવા નિયમો બનાવ્યા છે.
આનાથી વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે.નવા નિયમ મુજબ CBSE ના વિદ્યાર્થીઓ હવે ધોરણ 10 ની પરીક્ષા માં નાપાસ નહિ કરવામાં આવે.ઘણા વિદ્યાર્થીઓ ગણિત અથવા વિજ્ઞાન વિષયોમાં ફેલ થઈ જાય છે.
પરંતુ જો તેઓ કમ્પ્યુટર અથવા અન્ય કોઈ સ્કીલ માં કુશળ છે તો તેઓને માત્ર એક કે બે વિષયમાં સારા માર્કસ ન આવવાના કારણે તેઓને ફેલ નહીં કરવામાં આવે.આ નિયમ અંગે લોકો વિવિધ પ્રકાર ની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
બાળકો આ નવા નિયમથી ખૂબ જ ખુશ છે જયારે કેટલાક શિક્ષકો અને માતા-પિતા ખૂબ જ નારાજ છે.CBSE દ્વારા નક્કી કરાયેલા સ્કીલ બેસ્ટ લર્નિંગ પ્રોગ્રામ માં વિદ્યાર્થીઓની રુચિ દર વર્ષે વધી રહી છે.
2020 માં જ્યાં 20 ટકા વિદ્યાર્થીઓએ કૌશલ્ય આધારિત વિષયો પસંદ કર્યા હતા તો 2021 માં તેમની ટકાવારી 30 થઈ ગઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment