ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ કરવા રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં 1 ફેબ્રુઆરીથી શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ કરવાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ત્યારે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી માટે વાલીની સંમતિ જરૂરી છે.શિક્ષણ વિભાગ દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં gpsc અને gtu બાદ હવે શિક્ષણ બોર્ડ પર ઓનલાઈન ઉત્તરવહી ચકાસણી કરશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીની હવે ઓનલાઇન ચકાસણી કરવામાં આવશે. શિક્ષણ બોર્ડે હાલ માત્ર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહી જ ઓનલાઇન ચકાસણી કરવાનો નિર્ણય લીધો છે.
ઓનલાઇન ચકાસણી માટેની સિસ્ટમ ડેવલપ કરવા શિક્ષણ બોર્ડ છેલ્લા ચાર વર્ષથી પ્રયાસ કરી રહ્યો હતો.ગુજરાતમાં ધોરણ 9 થી 12 માં પ્રવેશ થી વંચિત તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણઅધિકારી ઓને સૂચન કર્યું છે.
રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 થી 12 માં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા સૂચન કર્યું છે. આમ હાલ પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને માટે છેલ્લી તક સમાન ગણવામાં આવી રહી છે.શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને 31 જાન્યુઆરી સુધીમાં પ્રવેશ આપવા સૂચન કરાયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment