કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં ખૂબ જ ઘટાડો થયો છે.તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ પોતપોતાની પાર્ટીને ઉમેદવારોની પસંદગી નક્કી કરી છે. ચૂંટણીને લઇ લે રાજ્યમાં બંને પક્ષો એકબીજા ને વિરોધ કરી રહ્યા છે.
ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી પોતાનો કબજો મેળવવા માટે પોતાનો પ્રચાર શરૂ કર્યો છે. બીજેપીએ છ મહાનગર પાલિકામાં ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી શરૂ થઈ ગઈ છે.
વડોદરામાં 19 વોર્ડની ૭૬ બેઠકો પર ભાજપ માંથી બે દિવસ દરમિયાન ૧૪૫૧ લોકો ઉમેદવાર માટે દાવેદારી જાહેર કરી હતી. વડોદરામાં સોમવારના રોજ 10 વોર્ડ ની ચાલીસ બેઠક માટે 789 લોકોએ ઉમેદવાર માટે દાવેદારી કરી છે.
જ્યારે નગરપાલિકાની વાત કરીએ ત્યારે ૩૧ જિલ્લા પંચાયત અને 232 તાલુકા પંચાયતની ચૂંટણી 28 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવશે. આ નું જાહેરનામું મહાનગરપાલિકાએ 23 જાન્યુઆરીના રોજ બહાર પાડ્યું હતું.
જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી નું જાહેરનામું ૮ ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે.મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 6 ફેબ્રુઆરી સુધી હશે અને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ થી 13 ફેબ્રુઆરી સુધી રહેશે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે જ મહાનગરપાલિકાની ચૂંટણી માટેના મતદાન 31 જાન્યુઆરી અને નગરપાલિકા અને જિલ્લા અને તાલુકા પંચાયત માટે 28 ફેબ્રુઆરીના રોજ સવારના 7 થી 6 વાગ્યા સુધી યોજવામાં આવશે.
મહાનગરપાલિકાના ચૂંટણીનું પરિણામ 2 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ ૫ માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment