હાલમાં દેશમાં કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.ખેડૂતોની માંગ પૂરી કરવા સરકાર તૈયાર થવું પડશે કેમકે આંદોલન જોરદાર ચાલી રહ્યું છે. આવનારા ટૂંક જ સમયમાં 2020-21 માં સામાન્ય બજેટ રજૂ થવાનું છે અને સૂત્રોના જણાવ્યા.
અનુસાર ના ખુશ ખેડૂતો માટે સરકાર બજેટમાં એક મોટી જાહેરાત કરી શકે છે.પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 6000 ની જગ્યાએ આ પાંચ આંકડાની રકમ એટલે કે 10000 થઈ શકે છે.
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ નિવેદન આપતા જણાવ્યું કે આ વખતે નું બજેટ કઈક અલગ જ હશે. આ વખતે બજેટમાં ખેડૂતોની માંગ છે કે પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ મળતી રકમ ને વધારવામાં આવે.
દેશમાં ઘણા એવા ખેડૂત મિત્રો છે જેમની પાસે વધારે જમીન છે અને તે ખેડૂતો કહે છે કે એક વર્ષમાં મળતી છ હજારની રકમ અમારા માટે પૂરતી નથી. એક હેક્ટર જમીનમાં બે પાક ઉગાડવામાં આવે છે. જેમાં 6000 થી વધુ નો ખર્ચ થાય છે.
ખેડૂતોની આ માંગને ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકાર છ હજારની રકમ વધારીને 10000 કરી શકે છે.હાલમાં પ્રધાનમંત્રી કિસાન યોજના ખેડૂતોને બે હજાર રૂપિયાનો સાત મો હપ્તો મળી રહ્યો છે. ખેડૂત ભાઈઓને અગાઉ મળી ચૂક્યો છે અને ઘણા ખેડૂત ભાઈઓને હાલમાં મળી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment