રાજ્યની રૂપાણી સરકાર આ ધોરણની શાળાઓ ખોલવા માટે કરી રહ્યા છે વિચાર, શું ટૂંક જ સમયમાં આ ધોરણો ની ખુલશે શાળાઓ?

Published on: 4:07 pm, Sat, 23 January 21

રાજ્યમાં કોરોના કેસોમાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે અને તેમજ શાળાકીય શિક્ષણમાં પણ વેગ આપવામાં આવી રહ્યો છે. ધોરણ 10 અને 12 માટેની શાળાઓ 11 જાન્યુઆરીથી શરૂ કર્યા બાદ સરકાર ધોરણ 9 અને 11 માટે પણ શાળાઓ ખોલવા વિચારણા કરી રહ્યા છે.

અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે આ વિષેનો નિર્ણય કેબિનેટ મીટિંગમાં લેવામાં આવશે. આ ઉપરાંત ટ્યુશન ક્લાસ માટે પણ મંજૂરી આપવામાં આવે તેવી પૂરી શક્યતા છે.તેઓએ જણાવ્યું છે કે ધોરણ 9 અને 11 ની શાળાઓ શરૂ કરવા વિચારણા ચાલી રહી છે.

અને 27મી જાન્યુઆરીએ મળનારી કેબિનેટ મીટિંગમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. તેઓએ જણાવ્યું કે હાલમાં શાળાઓ સામાન્ય સ્થિતિમાં જોવા મળી રહી છે. તેઓએ કહ્યું કે ધોરણ 10 અને 12 ના વર્ગો શરૂ કર્યા બાદ વિદ્યાર્થીઓ, વાલીઓ.

શિક્ષકો અને શાળા સંચાલકો તેમજ અધિકારીઓ ઘરેથી ફીડબેક માગવામાં આવ્યા હતા.મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે વિચારણા કર્યા બાદ આગામી સમયમાં ધોરણ 9 અને 11 માટે શાળા શરૂ કરવાને લઈને નિર્ણય લેવામાં આવી શકે છે.

શિક્ષણ વિભાગના ટોચના અધિકારીઓ પણ ફેબ્રુઆરી મહિનાના આરંભથી ધોરણ 9 થી 11 માટે શાળાઓ શરૂ કરવાની તૈયારી કરી લીધી છે અને જેથી 25 જાન્યુઆરી સોમવાર પછી અથવા તો 1 ફેબ્રુઆરી થી આ ધોરણ માટે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!