કૃષિ કાયદાને રદ કરવા માટેના ઠરાવ ને ભાજપના આ દિગ્ગજ ધારાસભ્યએ આપ્યું સમર્થન,જાણો

કેરળ વિધાનસભામાં એક આશ્ચર્યજનક ઘટના બની છે જેમાં કેન્દ્રીય કૃષિ કાયદાને રદ કરવાનો કેરળ વિધાનસભામાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ભાજપના એક માત્ર ધારાસભ્ય રાજગોપાલ સમર્થન આપતા પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો. એક બાજુ એક મહિના કરતાં પણ વધારે સમયથી દિલ્લી બોર્ડર પર ખેડૂત આંદોલન કારીઓ આંદોલન કરી રહ્યા છે. કેરળ વિધાનસભામાં વિશેષ સત્રમાં.

ગુરુવારે મુખ્યમંત્રી પિનરઈ વિજયને કૃષિ કાયદો રદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.જેને કોંગ્રેસના નેતૃત્વ હેઠળ યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ અને શાસક ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટ અને ભાજપના સમર્થનથી પસાર કરવામાં આવ્યો હતો.ભાજપના ધારાસભ્ય રાજગોપાલ પત્રકારોને કહ્યું હતું કે સર્વ સંમતિથી ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

મેં પ્રસ્તાવના કેટલાક મુદ્દાઓ પર મારો અભિપ્રાય મૂક્યો હતો.જેમાં થોડો મતભેદ હતો. જોકે પ્રસ્તાવને મે પૂરી રીતે સમર્થન આપ્યું છે, રાજગોપાલ એ કહ્યું કે.

ગૃહમાં મારું ધ્યાન દોરવામાં આવ્યું હતું.ત્રણેય કૃષિ કાયદાના રદ કરવાની માંગ કરવામાં આવી છે,છતાં મે સમર્થન આપવાની વાત કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*