નવા વર્ષના પ્રથમ દિવસે રાજ્યની રૂપાણી સરકારે આપી મોટી ભેટ, જાણો

Published on: 3:56 pm, Fri, 1 January 21

જનતાને પરિવહનની શ્રેષ્ઠ સુવિધાઓ અને સેવાઓ આપવા માટે રાજ્યમાં નર્વ નિર્મિત બસ સ્ટેશન અને એક ડેપો વર્કશોપની 2021 ના વર્ષના પ્રથમ દિવસે રાજ્યની રૂપાણી સરકાર ઇ લોકાપર્ણ કરશે. આ ઉપરાંત રાજ્યમાં વિવિધ 10 જગ્યાએ તૈયાર થનારા બસ સ્ટેશનનું પણ ઇ ખાતમુરત કરવામાં આવશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા જિલ્લાના વસઈમાં ઉપસ્થિત રહેશે.

15.25 કરોડના ખર્ચે તૈયાર થયેલ ચુડા, અંકલેશ્વર ,સિધ્ધપુર ,દિયોદર,તલોદ તેમજ ઉના ખાતે ડેપો વર્કશોપ નું ઇ લોકાપર્ણ કરવામાં આવશે.રાજ્ય મંત્રીમંડળના સભ્યો વિવિધ સ્થળે ઉપસ્થિત રહી અને ભૂમિ પૂજન કાર્યક્રમમાં સહભાગી થશે. ચુડામાં મહિલા બાળ કલ્યાણ.

રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, અંકલેશ્વરમાં સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, સિદ્ધપુરમાં શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર, દિયોદરમાં સંસદ સભ્ય પરબતભાઈ પટેલ.

તલોદમાં મહેસુલમંત્રી કૌશિક ભાઈ પટેલ, નામા પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!