મોટા સમાચાર : 31 ડિસેમ્બરના રોજ ગુજરાત રાજ્યના આ શહેર માં પાર્ટી અને ઉજવણી પર લાગ્યો પ્રતિબંધ.

આગામી થોડાક જ દિવસોમાં 31 ડિસેમ્બરની તારીખ નજીક આવી રહી છે ત્યારે 31 ડિસેમ્બરની ઉજવણી ને લઇને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોના મહામારી ના કારણે રાજ્યની પોલીસ પણ હરકતમાં આવી છે અને અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી લઇને અમદાવાદ પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.દર વર્ષે મોટી સંખ્યામાં યુવકો 31 ડિસેમ્બરની ઉજવણી કરતા હોય છે પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી ના કારણે રાત્રી કર્ફ્યુ લાગુ હોવાના કારણે 31 ડિસેમ્બરની ઉજવણી અમદાવાદમાં કરવામાં આવશે નહીં.

રાત્રે નવ વાગ્યા પછી કોઈપણ પાર્ટીની આયોજનને મંજુરી આપવામાં આવશે નહીં અને મંજૂરી ન હોવા છતાં પણ કોઈ વ્યક્તિ દ્વારા રાતે 9 વાગ્યા પછી 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 31 ડીસેમ્બર ના રોજ પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ નું આયોજન કરવામાં આવશે.

આ બાબતે પોલીસે નિવેદન આપતા જણાવ્યું કે થોડા દિવસો માટે ડિસેમ્બર આવી રહી છે તે દરમિયાન બપોરથી રાત સુધી ઉજવણી અલગ અલગ પ્રકારે કરવામાં આવે છે. અત્યારની પરિસ્થિતિમાં રાત્રે નવ વાગ્યા પછી કરફયુ અમલમાં છે.

એટલે રાત્રે કોઈપણ પ્રકારની ઉજવણી કરી શકતા નથી.તો કોઈ પ્રકારની આવી માહિતી પોલીસ ના ધ્યાને આવશે તો જે તે વ્યક્તિ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*