ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી નજીક આવતાં ભાજપ અને કોંગ્રેસ સામે આકરા પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી ને પકડતી ઓ સામે મોરચો ખોલ્યો હોય તેમ ટ્વિટર પર ટ્વિટ કરીને આકરા પ્રહારો કર્યા છે. તેમને કહ્યું કે, સમગ્ર ગુજરાતનો સળગતો સવાલ છે. તો એવું પણ લખ્યું કે, પ્રજાના મત રૂપિ દાનનું વેચાણ શું કામે કર્યું? ધાનાણી આક્ષેપ કરતા જણાવ્યું કે,16-16 કરોડમાં કોણ વેચાયું?વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ ભાજપ પર પક્ષ પલટુ અને ખરીદવાનો આક્ષેપ કર્યો છે.
ત્યારે પક્ષપલટો કરી ભાજપની જોડાયેલા અને કપરાડા બેઠક પર ભાજપમાંથી ઉમેદવારી નોંધાવનાર જીતુ ચૌધરીએ ખુલીને જવાબ આપ્યો છે.ચૌધરીએ કહ્યું કે કોંગ્રેસ પાસે અત્યારે કોઈ મહત્વનો મુદ્દો નહીં હોવાથી બિનજરૂરી આક્ષેપો કરી રહ્યા છે અને પક્ષપલટુઓની વાત પણ તેઓએ કોંગ્રેસને સળગતો સવાલ કર્યો કે.
વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસે પણ ભાજપના આયાતી ઉમેદવારને ટિકિટ આપી અને તેમને સામે ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.પરેશ ધાનાણીએ કોંગ્રેસ છોડનાર આ સભ્યો પર 16 કરોડ લીધા હોવાનો આરોપ લગાવ્યા બાદ સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત.
એ પણ જેવી કાકડિયા પર આરોપ લગાવ્યા હતા.તેમને કહ્યું કે જેવી કાકડિયા 16 કરોડ રૂપિયા લીધા છે. જોકે, આ નિવેદન બાદ જેવી કાકડિયા પ્રતાપ દુધાત ને માનહાનિ નોટિસ ફટકારી હતી. તેમને કહ્યું કે, પ્રતાપ દુધાત એ કહ્યું કે કાકડિયાની સંપત્તિ 300 ગણી વધારે છે.
અક્ષય પટેલ જવાબ આપતા કહ્યું કે હું વેચાયો છું પરંતુ ખેડૂતોના હિત માટે વેચાયો છું.પક્ષ પલટા મુદ્દે પરેશ ધાનાણી ના પ્રકાર પર મોરબી ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા વળતો પ્રહાર કરતા કહ્યું કે.
તેમને પાસે પેટા ચૂંટણી લડવા કોઈ મુદ્દો નથી તેથી તેઓ મુદ્દા વિહોણી ની વાતો કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment