સૌથી વધારે આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં પેટા ચૂંટણી 3 નવેમ્બર ને રોજ યોજાવાની છે. જેના કારણે જિલ્લામાં રાજકીય માહોલ છવાઇ ગયો છે. ભાજપ દ્વારા વિજય પટેલ ને ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે ત્યારે કોંગ્રેસ દ્વારા સૂર્યકાંત ગાવિત પર દાવ ખેલ્યો છે. પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ચંદર ગાવિત નારાજ થઈ જતાં ચૂંટણીને લઈને નિષ્ક્રિય થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ગુજરાતના છેવાડે અને મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા ડાંગ જિલ્લામાં જાતીય સમીકરણો લાગુ પડતા નથી.સંપૂર્ણ બહુમત આદિવાસી ઉમેદવારનું ભાવિ નક્કી કરતા હોય છે.જેના કારણે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે આદિવાસી સમાજના આગેવાનો ખૂબ જ મહત્વ આપતા હોય છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસે સૂર્યકાંત ગાવિત નું નામ ડાંગ વિધાનસભામાં જાહેર કરતાં જ કોંગ્રેસમાં ભૂકંપ ની સ્થિતિનું નિર્માણ થયું હતું.
ચંદર ગાવિત નું નામ લોકોમાં લોકપ્રિય ગણાય રહ્યો હતો અને રાતોરાત નામ બદલાય જતાં સમર્થકોમાં નારાજગી જોવા મળી છે.હાલમાં ટિકિટ ન મળતા ચંદર ગાવિત પેટા ચૂંટણીને લઈને નિષ્ક્રિય થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે.
કે કોંગ્રેસે ડાંગમાં સૂર્યકાંત ગાવિતને ટિકિટ આપી છે.નિષ્ણાતોના મત મુજબ કોંગ્રેસ માટે ચંદર ગાવિત મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment