પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહેલા તહેવારો અને શિયાળા ની ઋતુમાં ધીમે ધીમે ખુલી રહેલા અર્થતંત્રને ધ્યાનમાં રાખીને કોરોનાવાયરસ ની હાજરી હોવાને પગલે કેવી રીતે સાવચેતી રાખવી તે અંગે એક જનઆંદોલન કરવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી આ કેમ્પેઈન એક ટ્વીટ ના માધ્યમથી કરવા જઈ રહ્યા છે. આ માહિતી મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ તરફથી મળી રહે છે.આ કેમ્પેઇન મા લોકો સૌથી વધુ સંખ્યામાં ભાગ લે અને આ એક જનઆંદોલન બને એ ધ્યેય જ સાથે પ્રધાનમંત્રી મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
આ એક ઓછા ખર્ચમાં વધુ અસરો ઊભી કરી શકે તેવો ઉદ્દેશ રાખે છે અને તેનો કેન્દ્રીય સંદેશ એ છે કે લોકો ફરજિયાત પણે માસ્ક પહેરે અને ફિઝિકલ ડિસ્ટન્સ ચાવે જાળવે હાથની સ્વચ્છતા રાખે આ માટે કોરોના અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે.આ માટેનો એક્શન પ્લાન બનાવાશે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર દ્વારા અમલ કરવામાં આવશે.
આ કેમ્પેન માં વધુ સંખ્યામાં કેસ છે તેવા જિલ્લાઓમાં ટાર્ગેટેડ કોમ્યુનિકેશન, દરેક નાગરિકને સમજાય તેવી સરળ ભાષામાં સંદેશ, તમામ મીડિયા પ્લેટફોર્મ ના ઉપયોગ થી દેશમાં જાગૃતિ ફેલાવી, જાહેર સ્થળોએ બેનર્સ અને પોસ્ટર લગાવવા,સરકારની યોજનાઓથી માહિતગાર કરવા વગેરે જેવા ઉદ્દેશો નો સમાવેશ થાય છે.
આ કેમ્પિંન વિશેષ માં હોડિંગ, દિવાલ ઉપર ચિત્ર, સરકારી સ્થળોમાં ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે બોર્ડ, સ્થાનિક અને રાષ્ટ્રીય સેલિબ્રિટી દ્વારા જાગૃતિ કરણ અને ઓડિયો મેસેજ દ્વારા અવેરનેસ ફેલાવવા ની યોજના છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment