લોકડાઉન દરમિયાન 60 દિવસ કરતા પણ વધારે સમય બંધ રહ્યા બાદ સુરતના હીરાઉદ્યોગમાં ફરી એક વખત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.સુરતનો હીરા ઉદ્યોગ કોરોનાની મહામારી પહેલા પણ મંદીમાંથી પસાર થઈ રહ્યો હતો જેને લઇને રત્ન કલાકારો પણ મુશ્કેલીનો અનુભવ કરી રહ્યા હતા.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હીરા ઉદ્યોગમાં તેજી હોવાના કારણે આ વર્ષે દિવાળી નુ વેકેશન માત્ર પાંચ દિવસનું રાખવામાં આવશે.કોરોના મહામારી વચ્ચે ચાર મહિના બંધ રહ્યા બાદ હીરા ઉદ્યોગ ખુલ્યો છે.
અને હાલ હીરા બજાર ખૂબ જ સારું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ હીરાની ડિમાન્ડમાં વધારો થવા લાગ્યો છે.દિવાળી નજીક આવતા હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જેના કારણે દિવાળીનું વેકેશન માત્ર પાંચ દિવસનું રહે તેવી સંભાવના છે.સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ નાનું વેકરીયા એ જણાવ્યું વેકેશન કેટલા સમયનું રાખવું તે બાબતે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
તમામ ઉદ્યોગકારોના મત જાણ્યા બાદ વેકેશન બાબતોનો નિર્ણય લેવામાં આવશે. જો બધા લોકોની ઈચ્છા વેકેશન ન પડવાની હોય તો એ મુજબ કામ કરશે કારણ કે, લોકડાઉન ઘણો સમય હીરાના કારખાનાઓ બંધ રહ્યા છે.
એટલે તમામ ઉદ્યોગકારોના મત જાણ્યા બાદ હીરા ઉદ્યોગમાં વેકેશન કરવું કે નહીં તે બાબતે અગત્યનો નિર્ણય લેવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment