પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બૂધવારે કોરોના અંગેની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે કોરોનાના સૌથી સાત અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાન સાથે ઉચ્ચતર ની વર્ચ્યુઅલ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાંમહારાષ્ટ્ર,આંધ્રપ્રદેશ,કર્ણાટક,ઉત્તરપ્રદેશ,તમિલનાડુ,દિલ્હી અને પંજાબ હશે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે.આ રાજ્યમાં નરેન્દ્ર મોદી ફરીથી lockdown ની જાહેરાત પણ કરી શકે છે.
દેશમાં63 ટકાથી વધુ સક્રિય કેસ આ સાત રાજ્યોમાં કેન્દ્રિત છે.કેન્દ્રે કહ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર સાથે અસરકારક સહયોગ અને ગાથ સંકલન થકી કોરોના સામે લડત આગળ ધપાવી રહી છે. કેન્દ્ર સરકાર હેલ્થકેર અને તબીબી માળખાગત સુવિધાઓ વધારવા માટે તેમનું સમર્થન કરી રહે છે.
અન્ય પાંચ રાજયોની સાથે સાથે પંજાબ અને દિલ્હીમાં તાજેતરમાં નોંધાયેલા કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર,પંજાબ અને દિલ્હીમાં 2 ટકા કરતાં વધારે મૃત્યુદર નોંધાયો છે.
પંજાબ અને ઉત્તર પ્રદેશ સિવાય અન્ય રાજ્યમાં પોઝિટિવ દર રાષ્ટ્રીય સરેરાશ 8.52 ટકાથી ઉપર હોવાનું મનાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment