ખેડૂતો સાથે જોડાયેલા કૃષિ બિલના વિરોધ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે પાકના લઘુતમ ટેકાના ભાવ વધાર્યા છે. કેબિનેટે રવી પાક પર એમએસપી 85 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારવામાં આવ્યા છે. જે બાદ હવે ઘઉં 1925 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા છે. વરસાદના કારણે ખેડૂત ના પાક માં ઘણું નુકશાન થયું હતું તેવામાં મોદી સરકારે ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા.
કૃષિ અને મૂલ્ય આયોગની ભલામણ બાદ કેન્દ્ર સરકાર અમુક ભાગ માટે વાવણી પહેલા જ લઘુત્તમ ટેકાના ભાવ ની જાહેરાત કરે છે. જેનાથી ખેડુતોને એવો વિશ્વાસ આપવાનો પ્રયાસ થાય છે કે બજારમાં ભાવ ઘટશે તો પણ તેમના પાકનું સરકારે નક્કી કરેલું મૂલ્ય જ મળશે.
આવી જાહેરાતથી સરકારે ખેડૂતોને નુકસાન ઓછું કરવાનો પ્રયાસ કર્યો છે.આ પહેલા પ્રધાનમંત્રી મોદી આજે કહ્યું હતું કે દેશમાં દરેક ખેડૂતોને હું ભરોસો આપું છું.
MSP નીવ્યવસ્થા પહેલાંથી જે રીતે ચાલતી આવતી હતી તેવી જ ચાલતી રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment