હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારને ખાનગી શાળાઓની ફી માફ કરવાના મુદ્દે નિર્ણય લેવાની સત્તા આપતા રાજ્ય સરકાર હવે પોતે ખાનગી શાળાઓના સંચાલકો સમક્ષ રજુ કરેલી ફોર્મ્યુલા પ્રમાણે ખાનગી શાળાઓની 25 ટકા ફી માફ કરશે એવો સૂત્રોનો દાવો છે.ગુજરાતની વિજય રૂપાણી સરકાર ખાનગી શાળાઓની 25 ટકા ફી માફ કરશે એવું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.સ્કૂલોની ફી મામલે ગુજરાત સરકાર દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવેલ અરજીનો શુક્રવારે ગુજરાત હાઇકોર્ટે નિકાલ કર્યો હતો.
હાઈકોર્ટે કહ્યું છે કે,કોરોના રોગચાળાના કારણે સ્કૂલો બંધ છે અને લોકોની હાલત ખૂબ જ ખરાબ છે તેથી ફી માફ કરવી જોઈએ. હાઈકોર્ટે કહ્યું કે,શાળાઓની ફી નક્કી કરવા માટે સરકાર પાસે સંપૂર્ણ સત્તા છે. હાઈકોર્ટે ટકોર કરી હતી કે, સરકાર પાસે સંપૂર્ણ છતાં હોવા છતાં મુદ્દે કોર્ટમાં આવે તે દુઃખદ સમાચાર કહેવાય.
હાઈ કોર્ટ સરકાર ને સંચાલકો સાથે બેસીને ફી માળખું નક્કી કરવાના આદેશ કર્યા હતા.ગુજરાત સરકારની 25 ટકા ફી માફ કરવાની દરખાસ્ત સ્વીકારવા માટે સંચાલકો તૈયાર ન હોવાથી ગુજરાત સરકાર ફરીથી હાઇકોર્ટમાં ગઈ હતી.
આ કેસમાં વાલી મંડળ વતી રજૂઆત કરાઈ હતી કે, સ્કૂલ ફી અંગે 25 ટકાની રાહત નો નિર્ણય પ્રેક્ટિકલ છે અને તે લાગુ કરવો જોઈએ. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને સત્તા આપવા 25 ટકા ફ્રી માફ થશે એ સ્પષ્ટ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment