લોકોના કામ ને સરળતા થી પૂર્ણ કરવા મોદી સરકાર લાવી રહી છે આ યોજના, દરેક લોકો ને થશે મોટો ફાયદો

દેશ જયારે કોરોના સંકટ ની સામે લડી રહ્યો છે ત્યારે બેન્કિંગ સુવિધા ને સરળ બનાવવાની કવાયત શરૂ થઇ ગઇ છે. હવે સરકારી બેન્કોની સાથે સાથે ખાનગી ક્ષેત્રની બેંકોએ ગામમાં જ લોકોને બેન્કિંગ સુવિધા પૂરી પાડવાનું કામ શરૂ કર્યું છે. સરકારી બેન્કોની સાથે સાથે ખાનગી બેંક પણ પોતાના ગ્રાહકોને ઇન્ટરનેટ બેન્કિંગ અને ફોન બેન્કની સુવિધા ગામ ના સરકારી રાશન કેન્દ્રો પર જ શરુ કરવા અંગે વિચારણા કરી રહી છે.

કોરોના કાળમાં ખાતાધારક બેંકની આ સુવિધાથી ઘણા પ્રકારના લાભ ઉઠાવી શકે છે. આ કારણસર લોકોને શહેર કે બજાર માં જવું નહીં પડે અને તેઓ 10000 સુધીની રકમ ગામના એટીએમમાંથી જ ઉપાડી શકશે.લોકોના કામ ને સરળતા થી પૂર્ણ કરવા માટે મોદી સરકાર હવે ગ્રામીણ વિસ્તારોમાં ATM સુવિધાને પણ મજબૂત બનાવી રહી છે.

ગ્રામીણ વિસ્તારમાં સરકારી રાશન ની દુકાન ને પસંદ કરવામાં આવી છે. આ દુકાનો પર લાગેલી ઇ-પાસ મશીનોમાં હવે મની ટ્રાન્જેક્શન એપના દ્વારા લેણ દેણ ચાલુ કરવામાં આવશે.

આ એપની મદદથી ગામના લોકો રેશનની દુકાનો પર કોઈ પણ બેંક ને લગતા નાણાં વ્યવહાર કરી શકશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*