બિહાર ના છ જિલ્લાઓમાં વરસાદ દરમિયાન વીજળી પડવાના કારણે 15 લોકોના મોત થયા છે.વીજળી પડવાના કારણે ગોપાલગંજ,ભોજપુર અને રોહતાસ માં ત્રણ ત્રણ લોકો ના મોત થયા હતા. સારન,કેમુર અને વેશાલી માં બે બે લોકોના મોત થયા છે.બિહાર ના મુખ્યમંત્રી નીતીશકુમારે મૃતક ના પરિવારજનો ચાર ચાર લાખ રૂપિયાની સહાય કરવામાં આવે છે.બીજી બાજુ ઉત્તર પ્રદેશ માં વીજળી પડવાના કારણે 13 લોકોના મોત થયા હતા.
ઉત્તર પ્રદેશના રીલિઝ કમિશનર સંજય ગોયલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વીજળી પડવાના કારણે ગાજીપુર માં ચાર, કોસબી માં ત્રણ, કુષિનગરમાં બે અને ચિત્રકૂટ માં બે અને જોનપુર માં એક અને ચંદોલીમાં એક વ્યક્તિ નું મોત થયું હતું.
આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તે મૃતકોના પરિવારજનોને ચાર ચાર લાખ રૂપિયાની સહાય કરવાનો આદેશ આપ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે પૂરના કારણે 28 ગામડાઓ અસરગ્રસ્ત છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment