ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવોમાં હેલ્મેટ નહીં પહેરવાના કારણે મૃત્યુદર તેમજ ગંભીર ઈજાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળતા રાજ્યની પોલીસને 20 સપ્ટેમ્બર સુધી હેલ્મેટ ડ્રાઇવના આદેશ અપાયા છે.જોકે ગુજરાતમાં માત્ર હાઇવે પર પોલીસ દ્વારા હેલ્મેટની સ્પેશ્યલ રાખવામાં આવશે તેમ ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ સ્પષ્ટતા કરતા લોકોને રાહત આપી છે. શહેરમાં ટૂંકા અંતર માટે ઉતાવળમાં નીકળેલા ઘણા લોકો એમ જ કરવાનું ભૂલી જાય છે.
તેમને આદેશથી રાહત થશે પણ શહેરમાં પોલીસ હેલ્મેટ નહીં પહેરવા બદલ દંડ તો કરશે જ. અમદાવાદમાં પોલીસે બુધવારે હેલ્મેટ નહીં કરનારા ફૂલ 1281 વાહનચાલકો સામે કેસ કરીને ₹6.40 લાખનો દંડ વસૂલ્યો હતો.ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયા ના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટની કમિટી અને રોડ સેફ્ટી દ્વારા રોડ સેફ્ટી અંગેની કામગીરી ની સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી.
આ બેઠકમાં ગુજરાતમાં બનતા રોડ અકસ્માતમાં બનાવોમાં હેલ્મેટ નહીં પહેરવાના કારણે અકસ્માતમાં મૃત્યુ દર તેમજ ગંભીર ઈજાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.તેના પગલે ગુજરાત પોલીસ અધિકારીઓની મળેલી બેઠકમાં રોડ અકસ્માતમાં ગંભીર ઇજા માં ઘટાડો લાવવા તથા ટ્રાફિકના નિયમોનું યોગ્ય અમલવારી કરાવવા માટે 20 સપ્ટેમ્બર સુધી ગુજરાતના હાઈવે ઉપર હેલ્મેટ ને સ્પેશિયલ ડ્રાઇવ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
આ નિર્ણય પ્રમાણે અમદાવાદ શહેરમાં રીંગરોડ અને એસજી હાઇવે ઉપર પણ દસ દિવસ સુધી પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ રાખવામાં આવશે અને હેલ્મેટ વગર વાહન ચલાવનાર વ્યક્તિ પાસે ₹500 નો દંડ લેવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment