વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી સામાજિક કાર્યો માટે 103 કરોડ જેટલી રકમનું દાન કર્યું છે. બાળકોને શિક્ષણ, ગંગા સફાઈ,પીએમ કેરસ ફંડ શામેલ છે. મળતી માહિતી મુજબ, દાન કરેલી રકમ પ્રધાનમંત્રી મોદીએ તેમની બચત અને તેમની મળેલી ભેટોની હરાજીમાંથી એકત્રિત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પીએમ કેરસ ફંડમાં 2.25 લાખ રૂપિયા નું દાન આપ્યું છે.કોરોના રોગચાળા સામે લડવા માટે પીએમ કેરસ ફંડ બનાવવામાં આવ્યુ હતું,ત્યારે પીએમ મોદીએ પારંભિક ભંડોળ અંતર્ગત ₹2.25 લાખ યોગદાન આપ્યું હતું.માર્ચ મહિનામાં સ્થાપવામાં આવેલી આ ભંડોળ ની રકમ 3076.62 કરોડ રૂપિયા એકઠા થયા હતા.
વર્ષ 2019 માં પીએમ મોદીએ કુંભ મેળામાં સ્વચ્છતા કામદારોના કલ્યાણ માટે બનાવવામાં આવેલા ભંડોળમાં તેમની વ્યક્તિગત બચતમાંથી 21 લાખનું દાન આપવામાં આવ્યું હતું.2019 માં, પીએમ મોદીને દક્ષિણ કોરિયામાં સિઓલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જ્યારે તેમણે ક્લિન ગંગા મિશનને તેની સાથે મળીને 1.3 કરોડની રકમ દાન આપવાની જાહેરાત કરી હતી.
તાજેતરમાં વડા પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમ્યાન,તેમને મળેલા હરાજીમાં 3.40 કરોડ રૂપિયા એકત્રિત થયા હતા.જેને નમામિ ગંગે પ્રોજેક્ટ પણ દાન કરવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment