આપણે સૌ જાણીએ છીએ કે આજે પ્રેમ આંધળો બન્યો છે. અને તેમાં કોઈ ઉંમર, નાતજાતના ભેદભાવ કરતા નથી.. અને પ્રેમને કોઇ ઉંમર હોતી નથી એવું પણ માનવામાં આવે છે, ત્યારે આજે આપણે એક એવા નવદંપતી વિશે વાત કરવા જઈ રહ્યા છે કે તે સાંભળીને તમે આશ્ચર્યચકિત માં મૂકાઈ જશો અને તમને પણ સાચે જ વિશ્વાસ આવી જશે કે પ્રેમમાં કોઇ ઉંમર હોતી નથી.
એક 82 વર્ષ ના રીટાયર્ડ એન્જિનિયરિંગ એક નાની વયના 36 વર્ષની કે જેમની સાથે લગ્ન કર્યા. તમે જોઈ શકો છો કે તેમની ઉંમર માં ઘણો મોટો ફરક છે. ત્યારે આ બંને એકબીજાને સહારો આપતા કપલ લગ્ન કરી બેઠા, ત્યારે આપણે સાચો માનવામાં નહીં આવે કે ઉંમરનો આટલો બધો ફરક હોવા છતાં કર્યા લગ્ન. આમ તો આપણે જાણીએ છીએ કે જોડી ઉપરવાળો નક્કી કરે છે.
પરંતુ આજે આપણે સમક્ષ એવા કિસ્સા સામે આવે છે કે સાંભળીને નવાઇ લાગે આ એક કિસ્સો ઉજ્જૈન માંથી સામે આવ્યા છે કે જ્યાં PDW અધિકાર નિવૃત્ત ઉંમરે એક મહિલા કે જેની ઉંમર 36 વર્ષની છે તેમની સાથે લગ્ન કર્યા આ PDW અધિકારી વિશે વાત કરીએ તો વલ્લભ નગરમાં રહેતા એવા એસપી જોશી કે જેમની ઉંમર 82 વર્ષની છે. તેઓ ફેબ્રુઆરી 1999માં નિવૃત્ત થયા હતા અને તેમને કોઈ સંતાન ન હતું.
અને મહિલા વિશે વાત કરીએ તો વિભા જોશી કે જેઓ શાસ્ત્રીનગરના રહેવાસી છે અને એક ગૃહિણી છે. તેમના પતિનું પણ કોઈ કારણોસર મૃત્યું થયું હતું.તેથી તે તેના છ વર્ષના બાળક સાથે એકલી રહેતી હતી. ત્યારે આ બન્નેની મુલાકાત થયા બાદ બંને એકબીજાનો સહારો બનવાનું નક્કી કર્યું અને લગ્ન કર્યા, ત્યારે આ દંપતીએ પ્રેમમાં કોઇ ઉંમર હોતી નથી તે સાબિત કરી બતાવ્યો.
આ બંનેના એડીએમ સંતોષ ઠાકોર ની સામે કોર્ટ મેરેજ થયા હતા અને એડીએમ ઓફિસ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી કે જ્યાં વિભા અને જોશી ગુસ્સે થઈ ગયા હતા. ત્યારે એડીએમ ટાગોરે જણાવતા કહ્યું કે સંબંધિતો યોગ્ય રીતે અરજી કરી હતી અને સંબંધીઓ સાથે હાજર રહીને આ લગ્ન કર્યા છે.
ત્યારે તે બંનેની મરજી સાથે લગ્ન થયા હતા તેથી એસી જોશી જણાવતા કહ્યું કે મને 25,000 રૂપિયાનો પેન્શન મળે છે અને અન્ય મારુ કોઈ નથી એવું કહીને તેને નિરાશા અનુભવી હતી. ત્યારે આ વિધવા નિર્ધાર છે તેમની હાલત જોઈને પોતાની ખુશી માટે નહિ પણ તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું.
જે વાત અંત્યંત આશ્ચર્યજનક વાત કહી શકાય. ત્યારે બીજી બાજુ વિભા જોશીએ જણાવતા કહ્યું કે મને સહારો મળી રહે તે માટે મેં લગ્ન કર્યા છે. ત્યારે તેમણે બીજું જણાવતા કહ્યું કે લોકોના ફોટા અને વિડીયો બનાવવા અંગે એક મનોરંજનનું માધ્યમ ન બનાવો અને એ લોકોને એમની ખુશીઓ માણવા દો. અને બીજું જણાવતા કહ્યું કે જો લોકો તેને હેરાન કરશે તો તે આત્મહત્યા કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
ત્યારે આજના જમાનામાં લોકો એકબીજાનો સહારો બની રહેવા માટે કોઈ નાત-જાતના ભેદભાવ કર્યા વગર કે ઉંમરનો પણ વિચાર કર્યા વગર આવી રીતે લગ્ન કરી બેસતા હોય છે આવો એક નહીં પણ અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં પ્રેમની કોઈ ઉંમર નથી એવું સાબિત કરી બતાવતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment