આજકાલ તમે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા હશે જ્યાં એક જ ક્ષણમાં હસતા-ખેલતા પરિવારની ખુશી છીનવાઇ જતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એવી જ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર જલ્દી ઘરે આવીશ એમ કહીને ઘરેથી બહાર ગયેલા પિતા પાછા ઘરે આવ્યા જ નહીં.
આ ઘટના ઉત્તરપ્રદેશના બુલંદશહેરના દીહાત કોતવાલીના જીમત ગામની છે. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી મુજબ આ ઘટનામાં હસરત નામના યુવકનું મૃત્યુ થયું છે. તેની ઉંમર 28 વર્ષની હતી. હસરત મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
પત્ની સાથે માથાકૂટ થતા હસરતના પોતાની પત્ની સાથે છૂટાછેડા થઇ ગયા હતા. તેથી હસરત પોતાની આઠ વર્ષની દીકરી સાથે રહેતો હતો. બુધવારના રોજ સાંજે હસરત ઘરનો સામાન લેવા માટે બજારમાં ગયું હતું. જ્યારે હસરત ઘરેથી નીકળે છે.
ત્યારે તેને પોતાની આઠ વર્ષની દીકરીને કહ્યું હતું કે, તે જલદીથી ઘરે આવશે. હસરત બજારમાંથી સામાન લઈને એક ઓટોમાં પોતાના ઘરે આવવા માટે નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં એક અજાણ્યા વાહન ચાલકે ઓટોને જબરદસ્ત ટક્કર લગાવી હતી.
આ ઘટનામાં ઓટોમાં સવાર મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં હસરતને પણ ગંભીર ઈજા પહોંચી હતી આ કારણોસર તેનું કરૂણ મૃત્યુ થયું હતું. મોડી રાત થઈ ગઈ છતાં પણ હસરત ઘરે ન આવ્યો તેથી પરિવારજનો તેને શોધવા માટે નીકળ્યા હતા.
ત્યારે પોલીસ દ્વારા હસરતના મૃત્યુની જાણ તેના પરિવારજનોને કરવામાં આવી હતી. હઝરતના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પિતાની રાહ જોઈને બેઠેલી દીકરી પણ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી હતી. હઝરતના મૃત્યુના કારણે દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment