હાલમાં બનેલી એક હૈયુ હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક આઠ મહિનાની બાળકી સાથે કંઈક એવું બન્યું કે આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે ગેસનો બાટલો ફાટતાં ઘરમાં ભયંકર આગ લાગી હતી.
આ ઘટનામાં ઘરમાં સૂતેલી આઠ મહિનાની બાળકી ગંભીર રીતે દાઝી ગઈ હતી. જેના કારણે બાળકીનું રિબાઈ રિબાઈને મોત થયું છે. જ્યારે બાળકીના પિતા આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના આજરોજ બિહારમાં બની છે.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી આઠ મહિનાની બાળકીનું નામ સોનાક્ષી કુમારી હતું. મળતી માહિતી અનુસાર સોનાક્ષી કુમારી રૂમમાં સુતી હતી. ત્યારે અચાનક જ ઘરમાં પડેલો ગેસનો બાટલો ફાટ્યો હતો જેના કારણે ઘરમાં ભયંકર આગ લાગી ઉઠી હતી.
ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ કારણોસર સોનાક્ષી ગંભીર રીતે દાઝી ગાય હતી અને તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. દીકરીના મોતના સમાચાર મળ્યા બાદ પરિવારના સભ્યો રડી પડ્યા હતા.
સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જાણવા મળી રહ્યું છે કે ગેસ સિલિન્ડર લીક થઈ રહ્યો હતો. આ દરમિયાન મૃત્યુ પામેલી દિકરીની માતાએ ગેસ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો અને આ ઘટના બની હતી એવું કહેવામાં આવી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment