હાલમાં બનેલો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મિત્રો આ ઘટના દરેક માતા પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે. મિત્રો આ ઘટનામાં મોબાઇલની બેટરી ફાટવાના કારણે ખાટલા ઉપર આગ લાગી ગઈ હતી. આ દરમિયાન ખાટલા પર સૂઈ રહેલી 8 મહિનાની બાળકી ખરાબ રીતે આગની જપેટમાં આવી હતી.
ત્યારબાદ બાળકીને ઇજાગ્રતા હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં રવિવારના રોજ સાંજે બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના શનિવારના રોજ ફરીદપુરના ગામ પચુમીમાં બની હતી. મળતી માહિતી અનુસાર અહીં રહેતા સુનિલકુમાર કશ્યપના ઘરમાં સોલાર પેનલ લગાવવામાં આવી છે.
શનિવારના રોજ લાવા કંપનીનો મોબાઇલ પેનાલથી ચાર્જિંગ થઈ રહ્યો હતો. ત્યારે અચાનક જ મોબાઈલની બેટરી ફાટે છે. સમગ્ર ઘટનાની લઈને સુનિલની પત્ની કુસુમે જણાવ્યું કે, તેનો પતિ કોઈ કામ માટે બહાર ગયો હતો. હું મારી 2 વર્ષની દીકરી નંદીની અને 8 મહિનાની દીકરી નેહા સાથે ઘરે હતી.
બંને દીકરીઓને અલગ અલગ પલંગ પર મૂકીને હું શૌચાલય ગઈ હતી. આઠ મહિનાની દીકરી નેહાને મેં ખાટલા પર સુવડાવી હતી. ત્યારે મોબાઈલ ચાર્જ થઈ રહ્યું હતું. આ દરમિયાન અચાનક જ મોબાઈલની બેટરી ફાટે છે. જેના કારણે ખાટલા ઉપર આગ લાગી ગઈ હતી.
બેટરી ફાટવાનો અવાજ સાંભળીને હું બહાર આવી ત્યારે નેહા ગંભીર રીતે દાઝી ગઈ હતી. પછી નેહાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. અહીં હોસ્પિટલમાં રવિવારના રોજ સાંજે નેહાનું મૃત્યુ નીપજ્યું હતું. માત્ર 8 મહિનાની દીકરીનું મૃત્યુ થતાં જ ઘરમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment