સુરતમાં પુરપાડ ઝડપે જતી કારે સ્કૂલવાનને જોરદાર ટક્કર લગાવી, ત્યારબાદ બન્યું એવું કે… જુઓ ખતરનાક અકસ્માતના સીસીટીવી ફૂટેજ…

Published on: 2:18 pm, Tue, 13 September 22

સુરત શહેરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટના સુરતના અલથાણ વિસ્તારમાં ચાઇના ગેટ પાસે બની હતી. અહીં એક બેકાબુ કાર ચાલકે સ્કૂલ વાનને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, સ્કૂલ વાન 10 ફૂટ સુધી ઘસડાઈને પલટી ખાઈ ગઈ હતી.

આ ઘટના બની ત્યારે સ્કૂલ વાનમાં સવાર વિદ્યાર્થીઓમાં બૂમાબૂમ મચી ગઈ હતી. ગંભીર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં એક વિદ્યાર્થીનીના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. જ્યારે અન્ય બાળકોને નાની મોટી ઈજા પહોંચી તેવું જાણવા મળી રહ્યું છે.

અકસ્માતના સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે કાર સ્કૂલવાનને જોરદાર ટક્કર લગાવે છે. મળતી માહિતી અનુસાર પીપોદરા વિસ્તારમાં આવેલી શારદાયત સ્કૂલના વિદ્યાર્થીઓ વાનમાં સવાર થઈને શાળાએ પહોંચે તે પહેલા તો તેમને રસ્તામાં અકસ્માત નડ્યો હતો.

ચાઇના ગેટ પાસે પસાર થયેલી કારે વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ વાનને જોરદાર ઠક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂલવાન 10 ફુટ સુધી ઘસડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનામાં એક માસુમ બાળકીના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે.

તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે કાર્ડ ચાલકની બેદરકારીના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં પુરપાડ ઝડપે જતી કારે સ્કૂલવાનને જોરદાર ટક્કર લગાવી, ત્યારબાદ બન્યું એવું કે… જુઓ ખતરનાક અકસ્માતના સીસીટીવી ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*