આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓ ના વિડીયો ખૂબ જ સામે આવી રહ્યા છે. ઘણા અકસ્માતો તો એવા હોય છે જેને જોઈને આપણે ધ્રુજી જઈએ છીએ. હાલમાં આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાંથી સામે આવી છે. રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે.
લોકોની બેદરકારીને કારણે અકસ્માત માં વધારો થઈ રહ્યો છે, ત્યારે આ અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક લોકો ભોગ બનતા રહે છે. અમદાવાદમાં પ્રેમ દરવાજા પાસે એએમટીએસ બસ એ સાત વર્ષના બાળકને અડફેટે લેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તેના લીધે બાળક રોડ પર પટકાતા તેનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
બાળકના મૃત્યુથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વિગતવાર જાણીએ તો દરિયાપુરમાં અરબ બિલ્ડીંગ માં રહેનાર સહેજાદ બેગ મિર્ઝા કાલુપુરમાં ફ્રુટ નો ધંધો કરે છે. તેને હાલમાં પરિવારમાં પત્ની અને બે પુત્રી રહેલી છે, જ્યારે સાત વર્ષનો પુત્ર શાહિદ મંગળવારના ઘરેથી નીકળીને સાયકલ લઈને પ્રેમ દરવાજા પાસેથી જઈ રહ્યો હતો.
તે સમયે શાહીદને એએમટીએસ બસ દ્વારા અડફેટે લેવામાં આવતા તે રોડ પર પટકાયો હતો. તેના લીધે સાહિદ લોહી લુહાણ થઈ ગયો અને તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ મામલામાં સાહિદ ની માતા મીસ્બા બેગ ને જાણ થતા તેમના દ્વારા પતિને જાણ કરવામાં આવતા તમામ લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા.
સાહિદને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હોવાની લીધે ટૂંકી સારવાર બાદ ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ મામલામાં એફ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા એએમટીએસ બસના ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment